વરસાદ અને મશરૂમની છતરીઓ...
બચપણથી તારો ને મારો નાતો અતુટ છે. તારા લીધે ભરાયેલા ખાબોચિયામાં કરેલ ' છપાક... ' આજે પણ મારા ડીલને ભીના કાદવથી ખરડાયેલું મહેસૂસ કરાવે છે.હું આવતો તારા સંગાથમાં અને પેલી મશરૂમની છતરીઓ ને કુતૂહલ થી જોઈ રહેતો. તારી સાથે રખડતાં મારા ઋજુ પગમાં વાગેલા કાંટાનું દર્દ અને તારી ઝાંખીથી મળતી શાતા , મને તો બધું યાદ છે પણ તું વિસરી તો નથી ગયોને દોસ્ત ?