સુકાઈ ગયા સરોવર નદી ને નાળા,
રોજ લલચાવે આભે ઓલા વાદળ કાળા,
નથી સીમમાં ઢોર ને ચરવા રાળા,
ભુખે તરસે ભાંભરે ગમાણે માલ બિચાળા,
અમે તો વયા જાહુ ભરી ઉચાળા,
પણ ઓલા પારેવાં ક્યાં જાહે રેઢા મેલી માળા,
હા માણાનાય વધી ગયા છે બવ ઉપાળા,
પણ મુંગાઓનો શું વાંક છે ગોવાળિયા કાળા,
હવે તો વરસાવ દ્રારકા વાળા
-મયુર જેઠવા