આજે આપણાં દેશમાં છોકરાઓની સંખ્યા વધુંછે જયારે છોકરીઓની સંખ્યા ઘણી જ ઓછીછે..
માટે જ સરકારે એક ખાસ સુત્ર જનતા માટે બનાવ્યું છે કે "બેટી બચાવો..બેટી પઢાવો"
બહું જુના જમાનામાં તો એવા કોઇ મશીનો ના હતા કે સ્ત્રીના ગર્ભમાં છોકરી છે કે છોકરો તે જાણી શકાય!...ને હાલ તો વિજ્ઞાન એટલું આગળ વધી ગયુ છે કે ગર્ભમાં જાતી તો શું અંદર બાળકનું ચોક્કસ વજન કેટલું છે તે પણ સહેલાઇથી બહાર જાણી શકાયછે...
પહેલા જમાનામાં તો છોકરો જન્મે કે છોકરી બંન્નેની પસંદગી એકસરખી રહેતી હતી..ને આજે તો પહેલો છોકરો જ અવતરવો જોઈએ તેવી માબાપની ઇચ્છા હોયછે જાણે પોતે જ ભગવાન હોય ! જેવુ જોઈએ તેવુ જ મળે! આ ભેદભાવ ઘણા વરસોથી ચાલ્યો આવ્યો છે..ને આજે પણ ખૂણેખાંચરે ચાલે જ છે.
માટે હાલની પરિસ્થિતિ જોતા છોકરાઓની સંખ્યા વધી ગઇ છે ને છોકરીઓની સંખ્યા ઓછી થતી જાયછે...ટુકમાં છોકરીઓની વસ્તીમાં નોંધપાત્ર ઘણો ઘટાડો જોવા મળેછે..
ફરક ત્યારે જ પડેછે કે જયારે આપણા છોકરાઓના લગ્ન લેવાના હોયછે, ત્યારે છોકરીઓ તેના લગ્ન માટે મળતી નથી! તો કયાંથી મળે!
આથી સમય જતાં તેમના લગ્નની ઉમર વધી જતાં તેઓ પછી લગ્ન માટે બેચેન બની જતા હોયછે...આથી માબાપ ઉપર બીજી વધારાની ચિંતાઓ ઘેરાતી જાયછે.
પરંતું દુનીયાનો એક દેશ એવો પણ છે કે ત્યાં છોકરીઓ વધું છે, જયારે છોકરાઓ ઓછાછે
તેથી લગ્ન માટે છોકરાઓ નહી મળવાથી ત્યાં છોકરીઓની ઉંમર વધતી જાયછે..
દેશનું નામ છે બ્રાઝીલ..ને બ્રાઝીલમાં આવેલા એક નાના ગામની આ વાત છે...
ત્યા જે ઉંમરલાયક છોકરાઓ હતા તે શહેરોમાં જઇને કાયમી વસવાટ કરતા થઇ ગયાછે. તેમને હવે પાછુ કાયમ માટે પોતાને ગામ આવવું હોતુ નથી..જયારે છોકરીઓ માટે પરણ્યા પછી ગામમાં જ રહેવાનો રિવાજ છે...ગામ જ પિયર ને ગામ જ સાસરુ...
છોકરાઓ લગ્ન કરે તો તેમને ગામમાં ઘરજમાઇ થઇને જ રહેવું પડે..જે તેમને બિલકુલ માન્ય નથી જ...
છોકરીઓ એટલે રુપ રુપનો અંબાર..પણ એ સુદરતા શા કામની જયાં છોકરાઓ લગ્ન કરવા રાજી ના થતા હોય..
ત્યારબાદ પછી તો તેઓ સમયે શહેરની જ કોઇ સારી છોકરી શોધીને લગ્નના ફેરે બંધાઇ જાય છે...
પછી તો ત્યા પણ આપણા જેવુ પણ જરાક ઉલટું સુત્ર હોવું જોઈએ..
બેટા બચાવો..બેટા પઢાવો..
(ગામની બહાર નહી જવા માટે..)