બે એક આંગળીઓ વચ્ચે ફસાયો છે, સ્પર્શનું એ સ્પંદન વિસરી રહ્યો છે માનવ.... ત્રણેક કાંટાની ઘડિયાળ ખોવાઈ છે, સમયની મહત્તા ભૂલી રહ્યો છે માનવ... દસેક આંકડાનો નંબર સેવ થાય છે, સંબધોની વચ્ચે અંતર વધારી રહ્યો છે માનવ.... બારેક માસનું એ તારીખીયું ગુમ છે, વર્ષનાં એ તહેવારો ચુકી રહ્યો છે માનવ.... અનંત સ્વરૂપ ધરાવનાર પ્રભુ મળે તો પણ , બનાવટી સ્મિત આપતો નીકળી જશે માનવ...... - તતિક્ષા રાવલિયા