ગુજરાતી છું.’
આખુયે જગ લાગે પ્યારું, ગુજરાતી છું.
ઈશ્વર પાસેનું ઘર મારું, ગુજરાતી છું.
દુઃખને દરવાજો બંધ કરી પીધું ગટગટ,
સુખને રાખ્યું છે સહિયારું, ગુજરાતી છું.
આંખ ઝાટકી કાણાને કાણો કહેવાનો,
બોલાશે નહિ સારું સારું, ગુજરાતી છું.
સઘળી સગવડ સુરજની એને આપી છે,
મેં’માન બને જો અંધારું, ગુજરાતી છું.
અટકી જાતી પળ ને પૂરી થાતી અટકળ,
બસ, ત્યાંથી ખુદને વિસ્તારું, ગુજરાતીછું.
વિશેષણોનાં વન છે તારી આગળ પાછળ
મેં તો કીધું છે પરબારું, ગુજરાતી છું.
ચાંદા વચ્ચે ઘર બાંધીને રહું અથવા તો
આભ અગાસી પર ઉતારું, ગુજરાતી છું.
હરદ્વાર ગોસ્વામી.
Happy birthday
Hardvar Goswami
18/7/2019