Gujarati Quote in Motivational by Kamlesh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

...#....શિખા(ચોટલી)રહસ્ય...#....

શિખા...ઓળખો છો મિત્રો આ મહોદયાને?
કદાચ આપે"તેનાલી રામા"ધારાવાહિકમાં આપે ક્યારેક જોઇ હશે.જ્યારે રામા પર કોઇ વિપદા આવે કે તરત ઊંચી થઇ જાય છે.અને રામા સાથે વાતો કરવા લાગે છે.આ વાતો એટલે મનોમંથન...શિખા એટલે મનને સ્થિર રાખી આગળની તરફ લઇ જતી શઢ.

ક્યારેય વિચાર્યું છે મિત્રો,કે બ્રામ્હણો,પંડિતો,સાધુ-સંતો શિખા કેમ રાખે છે?
આજે વાત કરીયે આપણા માથા પર રહેલી શિખા,એટલે કે ચોટી-ચોટલી સાથે જોડાયેલા રસપ્રદ રહસ્યો વિશે.
આપણે સૌ જાણીયે છિયે કે,આ સમગ્ર સૃષ્ટીને કોઇ અદ્રશ્ય શક્તિ ચલાવી રહી છે.જેને આપણે પરમાત્મા કહીયે છિયે.અદ્રશ્ય તરંગોથી ભરેલી છે સમગ્ર સૃષ્ટી.આ તરંગો ભેદી સંદેશાઓ લઇને સતત ફર્યા કરે છે,આ સૃષ્ટીમાં,પણ એ જાણવું કઇ રીતે?
તો હવે માનો કે મનુષ્ય દેહ એક યંત્ર છે,અંદર રહેલી આત્માને પરમાત્મા સાથે સાક્ષાત્કાર કરાવવાનું.અને શિખા(ચોટલી) છે,એ યંત્રનું"એન્ટેના".

એન્ટેના???હા એન્ટેના...
જેમ રેડિયો ચાલુ કરીયે ત્યારે તરંગો સાથે બરોબર સંપર્કના થતો હોય,તો સ્ટુડિયોમાં રહેલી વ્યકિત શું કહી રહી છે,એ સરખું સંભળાતું નથી.અને ખરરર...ખરરર... એવો અવાજ આવતો રહે છે.પણ જેવું આપણે રેડિયોનું "એન્ટેના"ઊંચું કરીયે કે,તરત જ એકદમ સ્પષ્ટ સંભળાવા લાગે છે.એવી જ રીતે અગોચરમાં રહેલો પરમાત્મા આપણી આત્માને શું કહી રહ્યો છે,એ આપણે સાંભળી શકતા નથી.ત્યારે શિખા(ચોટલી)એ"એન્ટેના"નું કામ કરી આત્મા અને પરમાત્માનો સંપર્ક કરવામાં મદદરુપ થાય છે.
હવે આપને પ્રશ્ન થતો હશે કે,આ ભાઇ શું ફેકમ્‌ફાક કરી રહ્યા છે.એવું તે કંઈ હોતું હશે?જો શિખા(ચોટલી)માં એટલી શક્તિ હોય,તો તો આજે દરેક સ્ત્રીઓ પરમાત્માને પામી ગઇ હોય.એ તો નાનપણથી જ ચોટલી,ના ના મસ મોટો ચોટલો રાખે છે.ખરુંને?
તમને જાણ હોય તો કહી દઉં કે,"સ્ત્રીઓની છઠ્ઠી ઇન્દ્રિય (સિક્ષ્થ સેન્સ)એકદમ જોરદાર હોય છે",એમને પૂર્વાભાસ જલ્દી થાય છે.આ શિખા(ચોટલી)ને આભારી છે.એ પૂર્વાભાસ આભાસ મટીને ભવિષ્યદર્શન બની શકે છે,જો એમનું બટન ચાલુ હોય તો...
મિત્રો મનુષ્ય દેહ અને શિખા(ચોટલી)એ માધ્યમ છે. પરંતું જેમ એન્ટેના હોવા છતાં બંધ રેડીયો કંઈ બોલી નથી શકતો.એવી જ રીતે યોગાભ્યાસ દ્વારા સુષુમ્ણાનું બટન ખોલવું જરુરી છે.
હવે આ કોણ નવું આવ્યું? સુષુમ્ણા???

હા મિત્રો આ મનુષ્ય દેહમાં રહેલ ગુપ્ત નાડી છે...

યોગીઓ શિખા(ચોટલી)ને સુષુમ્ણાનું મૂળ સ્થાન કહે છે.આપણા શરીરમાં ત્રણ મુખ્ય નાડીઓ આવેલી છે,ઈડા, પિંગલા અને સુષુમ્ણા.ઈડા અને પિંગલામાં લોહીનું પરિભ્રમણ થતું હોય છે,પણ"સુષુમ્ણાનું"દ્વાર ગુદાથી બંદ હોય છે."જો આ દ્વાર ખૂલી જાય તો આ નાડમાં પરિભ્રમણ ચાલુ થઈ જાય છે,અને અનેક શક્તિઓ પ્રાપ્ત થાય છે".અને તે સુષુમ્ણાનું જ્યાં મૂળ છે તેને બ્રહ્મરંધ્ર કહે છે,આ બ્રહ્મરંધ્રના બહારના ભાગ પર શિખા રાખવામાં આવે છે.જેથી તેનું રક્ષણ થાય છે.
અફસોસ કે,આજનો મનુષ્ય અજ્ઞાનતા અને ફેશનમાં આંધળો બની સમગ્ર સૃષ્ટિના આધાર એવી શિખા(ચોટલી)ને ભૂલી ગયો છે.કોઇ શિખા ધારણ કરે,તો મૂરખ લોકો એની મજાક ઉડાવે છે.
વળી પાછાં "પોનીટેલ"રાખે બોલો.. હવે આમને ક્યાં લઇ જવા...? હા હા હા
હશે...જેવી જેની સોચ...
પણ આમ આપણી સંસ્કૃતિ આગળ"આંખ આડા કાન"કરતા જશું તો આપણા પૂર્વજો,સંત-ઋષિમુનીઓ એ હજારો વર્ષ તપસ્યા કરી જે જ્ઞાન આપણને ઘરે બેઠાં આપ્યું છે,એનું જતન કરવામાં આપણે ઊણા નહીં ઉતરીયે?

(નોંધ :- હું પણ આમાં બાકાત નથી.
હું પણ છેલ્લા કેટલાક દિવસથી આ શિખાના રહસ્યોમાં ગોતા ખાઇ રહ્યો છું.અને આટલું જાણી શક્યો છું,કે એક યોગીએ પોતાની યોગશક્તિને વધુ સરળતાથી અને ઝડપભેર આગળ વધારવી હોય,અને પરમાત્માનો સંપર્ક સુલભ રીતે કરવો હોય,તો શિખા અનિવાર્ય છે.
હજુ વધુ રહસ્યો જાણવા મળશે તો જરુર જણાવીશ.આપ સ્વયં પ્રયોગ કરી જુઓ,અને મને આપના અનુભવો કહો...)

એકવાર વિચારજો જરુર...

(શુભસ્તુ )...

હર હર મહાદેવ...હર...

Gujarati Motivational by Kamlesh : 111219428
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now