વર્ષો પહેલા આપણા પૂર્વજો એક રીવાજ બનાવીને ગયા છે..તે છે છોકરા છોકરીના લગ્ન તો પોત પોતાની જ્ઞાતિમાં જ કરાય.. તે સિવાય બીજી જ્ઞાતિમાં તો ના જ કરાય..ને ખરેખર પહેલા જમાનામાં તો આ પ્રમાણે જ ચાલતું હતું ને આજે પણ ઘણા રૂઢીચુસ્ત કુટુંબો પોતાના છોકરા છોકરીઓના લગ્નો નાતજાતમાં જ કરતા હોયછે..
હજી પણ એ રીતરીવાજ આપણે આજે પણ ચાલું જ રાખ્યો છે...તેને આપણે પસંદગી મેરેજ કહી શકીએ...
પણ આજ જમાનો ઘણો બદલાઇ ગયો છે..દરેક નાત આજે સુખી જીવન જીવી રહી છે.. બંગલા ગાડી જમીન જાયદાત વગેરે સુખસાયભી વાળા સાધનો ધરાવતી હોયછે..
આજે કોઇ જ્ઞાતિ ને જલદી ઓળખવી એટલી સહેલી નથી હોતી સિવાય કે તે પોતે ના જણાવે..ગામમાં કે શહેરમાં સ્કુલ કોલેજમાં ભણતા છોકરા છોકરીને જયારે એકબીજા સાથે પ્રેમ થઇ જાય પછી જયારે તેમની ઇચ્છા લગ્ન કરવાની થાયછે ત્યારે આપણા ઘરના વડીલો તેમના આવા પ્રેમલગ્ન માન્ય કરતા નથી..કારણકે છોકરો ને છોકરી બંન્ને અલગ અલગ નાતના હોયછે માટે આપણા સમાજમાં તેવી અલગ નાતી સાથે તેમના લગ્ન નથી કરતા..
ઘણા સમયથી તેઓ એકબીજા સાથે જી જાનથી પ્રેમ કરતા હતા ને જયારે આજે તેઓને લગ્નના બંધનને બંધાવું છે ત્યારે આવેછે એકબીજાના ઘરમાં જ્ઞાતિનો સવાલ..હવે શું કરવું!
બસ પછી આપણી બળજબરીથી તેમને અલગ પાડવાની કોશિશ થાયછે..છતાંય પછી પણ તેઓ ચૂપકે ચૂપકે એકબીજાને કોઇ પણ જગ્યાએ મળતા જ હોયછે..
સાચો પ્રેમ કદી તૂટતો નથી..
માટે આવા પ્રેમીઓ જીવન વધુ નહી જીવવાના એકમેકના કોલ સાથે આ મતલબી દુનીયા છોડીને હંમેશને માટે આપણાથી દુર ચાલ્યા જાયછે..ને પોતાના પ્રેમને સમાજમાં અમર કરતા જાયછે.
ફલાણી છોકરી ને ફલાણા છોકરાએ સાથે મળીને કુવો પૂર્યો...કેનાલમાં જઈને કુદી પડયા..કોઇ ઝેરી દવા બંન્નેય સાથે મળીને પી લીધી..એકાન્ત જગ્યાવાળી રેલ્વે ટ્રેક ઉપર જઇને સુઇ ગયા..પછી તો બીજે જ દિવસે આવા બધા સમાચાર મીડીયાઓમાં વહેતા થાયછે..
કોઇપણ માણસની સાચી કિંમત તેની ગેરહાજરીમાં થતી હોયછે..સમય વીતતો જાય છે, ને વીતતો જાયછે ને ત્યાર પછી બંન્નેના ઘરના વડીલો નવરાશે જરાક સાચુ વિચારતા થાયછે કે કાશ આપણે તેઓના લગ્ન સ્વીકારી લીધા હોત તો આવી છોકરાંની ગેરહાજરી આજે જોવા ના મળત..!
ગમે તેમ તોય આપણા મોઢાં સામે તો હોત...જીંદગી તેમને જીવવાની હતી આપણે તેમની જિંદગીમાં વચ્ચે આવનાર કોણ! આજે આપણે છીએ તો કાલે આપણે આ દુનિયામાંથી ચાલ્યા પણ જઇશું..સંતાનને તેની પસંદગીનું સુખ આપીને તો જાત..છતે સંતાને આજે એકલા નિરાધાર છીએ..ચાલ્યો ગયો દિકરો ને ચાલી ગઇ દિકરી.
ખરેખર તેમના મોતના જવાબદાર આપણે પોતે જ છીએ..
મર્યા પછીનું એક આવુ ડહાપણ
પછી શા કામનું! તેમના જીવતા જીવે આપણે તેમના વિશે કશુંય જ ના વિચારી શકયા
બસ આમ આપણા રીતરીવાજના નિયમો જ આપણે પકડીને બેસી ગયા...
પતંગનો દોર આપણા હાથમાં જ હતો પણ આપણે તેને સરખી ઉડાડી ના શકયા...કટ કરીને કપાઇ ને દુર દુર આપણા હાથમાંથી તે ચાલી ગઇ...
જગ્યા ત્યાથી સવાર..
માટે હવે દરેક સમાજે આવા કુરિવાજો બદલવા પડશે..આજનું યુવા જનરેશન પહેલાના જેવુ નથી કે આપણી મનમાની તેમની ઉપર કાયમ માટે ચાલ્યા કરશે..! હવે તેઓ તેમનું ધાર્યુ કરવા સશક્ત બન્યા છે..જુના કુરિવાજો ચાલ્યા જાયછે ને નવા રિવાજો હવે આવતા જાયછે..જે હવે આપણે કબુલ કર્યા સિવાય છુટકો જ નથી..
ને હવે ભારતમાં પણ પશ્ચીમ સંસ્કૃતિ આવતા બહુ વરસો બાકી રહ્યા નથી, હાય મોમ..હાય ડેડ..એક દિવસ આવુ પણ સાંભળવા મળે તો જરાય નવાઇ ના પામશો..