થોડી આશાઅો સાથે અેક શોધમાં નિકળ્યો છું
અેક પ્રેમાળ જીવનસાથીની શોધમાં નિકળ્યો છું
હું સવારે ઉંઘતો હોઉં ને ચાલ ઉઠ સવાર પડી
જલદી જલદી ન્હાઇ લો હું નાસ્તો બનાવું છું....અેક...
હું અોફિસે નિકળુંને કહે સમયે જમી લેજો
સાંજે રીટર્ન આવતાં,બેસો હું પાણી આપું છું..અેક...
કોઇક વાર કહે આજે બહાર જમીઅે ચાલે ?
કોઇક વાર કહે આજે તારી પસંદનું બનાવું છું ..અેક...
નોકરીનાં કામથી થાકી જાઉં માથું ચક્કરાવે
હવે સારું થઇ જસે હું માથું દબાવી આપું છું..અેક...
જીવનમાં આવતી અડચણોમાં તે રહે પડખે
જે થાય તે તું ગભરાતો નહિં હું તારી સાથે છું..અેક...
સુખ દુ:ખમાં મારો સાથે પડછાયો બની રહે
કહે માહિ પ્રેમ ભર્યા સ્વરે હું તારી અર્ધાંગીની છું..અેક...
પવાર મહેન્દ્ર
૭ જુલાઇ ૨૦૧૯
મો.. ૯૪૨૬૪૧૦૨૬૬