શિખરો જ્યાં સર કરો
ત્યાં કીર્તિસ્તંભ ખોડી શકો
પણ ગામને પાદર એક પાળિયો એમને એમ ના ખોડી શકો
ડરાવી ધમકાવી ઈન્સાનના બે હાથને જોડવી શકો
પણ ઓલા કેસરીના પંજાને તમે એમ ના જોડવી શકો
કહે ' દાદ ' આભમાંથી ખરે એને છીપમાં ઝીલી શકો
પણ ઓલ્યું આંખમાંથી ખરે ' એને એમ ના ઝીલી શકો . . .
―“ કવિ ' દાદ '