મારા બાવળને આવ્યા છે ફૂલ :
મારા બાવળને આવ્યા છેફૂલ
જાણે લટકી છેઆશાની ઝૂલ
કે ડાળીએ ડાળીએ દિવા બળે
મારા બાવળને આવ્યા છે ફૂલ
મારા બાવળને,તો ફૂલ આછા પીળા
એ તો ચારચાર વેદ એ છે મારી ગીતા
રહે એનામાં એ તો મગરૂર
મારા બાવળને આવ્યા છે ફૂલ
કે ડાળીએ ડાળીએ દિવા બળે
કટંકની સાથે એ મસ્ત થઇ નાચતા
એ તો કેસર તંતુથીયે નાજુક ને પાતળા
એની સોડમથી બળે છે ગુલ
મારા બાવળને આવ્યા છે ફૂલ
કે ડાળીએ ડાળીએ દિવા બળે
મારા બાવળના શરણે સૌ પંખીડા આવે
ને એની હૂંફાળી ગોદમાં એ માળા બાંધે
રહે કાળોતરા , દૂર દૂર દૂર
મારા બાવળને આવ્યા છે ફૂલ
કે ડાળીએ ડાળીએ દિવા બળે
મારાવબાવળને જોઈ મારુ મનડું હરખાય
એને પાને પાને ડાળે ડાળે હરિ દેખાય
તોલે એની ન આવે કોઈ ફૂલ
મારા બાવળને આવ્યા છે ફૂલ
કે ડાળીએ ડાળીએ દિવા બળે
મારા બાવળને આવ્યા છે ફૂલ
રમેશ ચૌહાણ