આપણે આજ પણ કેટલી બધી અનશ્રધા સાથે જીવી રહ્યા છીએ..જેની કોઇ હદ હોતી નથી!
ભૂવા..વૈદ..પૂજારી..સાધુ સંતો જેવા માણસો સાથે મળીને આપણા દુ:ખ ઓછા થાય કે દુર થાય તે માટે તેમના ચરણોમાં પડી પડીને આજીજી કરતા હોઇએ છીએ..
આજે જમાનો કયાંથી કયાં ચાલ્યો ગયો છે, તે આપણે સારી રીતે જાણીએ છીએ..
છતાય આ અનશ્રધા વચ્ચે આવતી આપણી અટુટ શ્રદ્ધા એ પણ એક મહત્વનો ભાગ ભજવે છે..
આપણા દિલદિમાગમાં જયારે કોઇ પણ ચીજ ઘર કરી બેસેછે ત્યાર પછી બસ આપણે આજુબાજુ કંઇજ જોતા કે વિચારતા નથી!
એ છે આપણી બે વિશ્વાસુ આંખો...
એકવાર આપણી આંખ જે જુએ છે તેને આપણે સાચુ માની લેતા હોઇએ છીએ..
ખરેખર આપણા જે દેવી દેવતાઓ છે તેમાં આપણને અટુર પ્રેમ વિશ્રવાસની લાગણી હોયછે..એકવાર આપણો વિશ્રવાસ કોઇપણ દેવ દેવીઓમાં થઇ જાય એટલે બસ આપણે તેને આપણા દિલમાં એક ચોકકસ જગ્યા આપી દેતા હોઇએ છીએ..
આજ આપણા હજારો દેવ દેવીઓ છે જેના નામ પણ અનેક હોયછે કયારેક તો અમુક નામો આપણે જાણતા પણ હોતા નથી..છતાય તેના મોટા મોટા મંદિરો દેશના ખૂણે ખૂણે દેખાતા હોયછે...
આમાનું એક નામછે દશામા..
ઘણા લોકો આ દશામાનું વ્રત પણ દશ દિવસ માટે કરતા હોયછે..વરસમાં એકવાર દશ દિવસ તેના વ્રતના દિવસો આવતા હોયછે..બહુ ધૂમધામથી લોકો તેનુ વ્રત કરીને ઉજવતા હોયછે..
બહું વરસો પહેલા એક હિન્દી ફીલ્મ આવી હતી, તેનું નામ જય સંતોષી મા હતું બહું સરસ ફિલ્મ હતી ને ઘણો સમય થિયેટરોમાં ચાલી હતી..કયારેય પણ તેની ટીકીટો સરળતાથી મળતી ના હતી..વહેલી સવારથી જ તેની ટીકીટ માટે લાઇનો પડતી હતી.
તે ફિલ્મ આવ્યા પછી તો સંતોષી માતાનું નામ એવુ તે ઉંચકાઇ ગયું કે લોકો ઘેર ઘેર તેનું વ્રત કરતા પણ થઇ ગયા..
આજ પણ તેના અસંખ્ય મંદિરો દેશમાં આવેલા છે...
દેવ હોય કે દેવીઓ હોય પણ તેઓ બધા ભગવાનના જ રૂપો છે..તેમાં આપણે શ્રદ્ધા રાખવી જોઈએ..માનતા રાખો કે વ્રત રાખો, જો તમારા મનની ઇચ્છા એક સાચા વિશ્રવાસની હશે તો તમારુ બગડેલ કામ જરુર સફળ થશે..ખરેખર ભગવાન સિવાય આપણો ઉધ્ધાર નથી ને ભક્તિ વગર આપણું કામ સફળ થવાનું નથી..જેટલી ભક્તિ આપણાથી થાય તેટલી ભક્તિ આપણે કરવી જ જોઈએ...
...વડોદરા શહેરમાં આવેલ વાઘોડીયા વિસ્તારમાં દશામા માતાનું એક પ્રાચીન મંદિર આવેલું છે..કહેવાય છે કે ત્યા જઇને તમે દર્શન કરો તો પણ તમને ઘણું જ પૂણ્ય ને શાન્તિ મળે છે..તમારી દરેક બાધા આ મંદિરે રાખવાથી કામમાં સફળતા મળેછે..
દશામા આ મંદિરમાં હાજરા હજુરછે..આ મંદિર આશરે પચ્ચીસ વર્ષ જુનુ છે પહેલા અહીં નાનું મંદિર હતું પણ સમય જતા અહિ મોટું મંદિર બનવા પામ્યુ છે..ગામ ગામથી લોકો અહીં તેના દર્શન કરવા આવતા હોયછે..ને ભકતો કંઇપણ તકલીફ આ દશામાને જણાવે પછી કોઇપણ એક બાધા રાખવાથી તે ચોકકસ પરિપૂર્ણ થાયછે..
ને કહેવાય છે કે આ દશામાની મૂર્તીની આંખોમાંથી એક પ્રકારનું ઘી ઝરેછે તે ઘીથી જ આ મંદિરમાં અખંડ દિવો પ્રગટે છે..તદ્ઉપરાંત માતાના હાથમાંથી પણ દરરોજ એક પ્રકારનું કંકુ ઝરેછે..આથી આવો થતો ચમત્કાર જોવા માટે મંગળવાર ને રવિવાર આ મંદિરમાં શ્રધ્ધાળુઓનો મોટો ઘસારો જોવા મળે છે...જો ખરેખર આ સાચુ જ હોય તો જરુર દશા માતાજી આ મંદિરમાં હાજરા હજુર હશે..ખરેખર એકવાર આ જોવા સૈએ જવુ જોઈએ..
દર્શનનો પણ આપણને લાભ મળે ને આ થતો ચમત્કાર પણ આપણે જોઇ શકીએ...
પરંતુ એક આપણી સાચી શ્રદ્ધા સાથે જ જવુ જોઈએ...તો આપણા દર્શન સાર્થક ગણાય.
જય દશામા...જય હો.