Great story by parthiv bhai
? સમજવા જેવી નાની સત્ય ધટના ?
" જૂઠું સોનુ ક્ષણિક ચમક દે , સાચા સોના ની ચમક હંમેશા હોય છે "
એક વાર સાંજના સમયે મહાન અભિનેતા ચાર્લી ચેપ્લિન બજારમાં ફરવા માટે નીકળ્યા. એમણે એક જાહેરાત વાંચી.
જાહેરાત અભિનય સાથેની વેશભુષા અંગેની હરીફાઇની હતી જેમા ચાર્લી ચેપ્લિનની ભૂમિકા ભજવવાની હતી. વિજેતા માટે મોટી રકમનું ઇનામ પણ હતું.
ચાર્લી ચેપ્લિને પોતાના પાત્રની આ વેશભુષાની જાહેરાત જોઇ એટલે એને ગમ્મત સુજી. વેશ પલ્ટો કરીને જાહેરાતમાં દર્શાવેલા સ્થળે એ પહોંચી ગયો.
અને હરિફાઇમાં ભાગ લેવા માટેનું ફોર્મ ભર્યુ. હરિફાઇમાં ભાગ પણ લીધો. પોતાના અનેક ડુપ્લીકેટની સાથે આ ઓરીજનલ અભિનેતાએ પણ સ્ટેજ પર પરફોર્મન્સ આપ્યું. કાર્યક્રમ પૂર્ણ થતા પરિણામ જાહેર કરવામાં આવ્યુ.
પોતાના જ અભિનય અને વેશભુષાની હરિફાઇમાં ચાર્લી ચેપ્લિન પોતે જ હારી ગયો.
વિજેતા કોઇ ડુપ્લિકેટ બન્યો.
ચાર્લી ચેપ્લિને હસતા હસતા કહ્યુ, “ દેખાડો કરનારો જીતી ગયો
અને સાચો હતો તે હારી ગયો. મારા દેખાવ સાથે મેચ થનારા એમાના કોઇ મારા વિચાર કે આચાર સાથે મેચ થતા ન હતા.
વિજેતા થયેલા માણસની જીત કરતા મને મારી હારનો વધુ આનંદ છે કારણકે હું જાણું છું કે હું જ સાચો ચાર્લી ચેપ્લિન છું.”
દેખાડો કરવામાં કોઇ આપણાથી આગળ નીકળી જાય એવુ બને, પણ વિચાર અને આચાર આપણા પોતાના જ હોઇ છે અને એ જ તો આપણો સાચો પરિચય છે.
મિત્રો....
ગધેડો..સિંહ ની ગર્જના ના કરી શકે...અને સિંહ...ગધેડા ની જેમ ભોકી ના શકે....
કુદરતે દરેક ને અલગ..અલગ શક્તિ આપી છે...જ્ઞાન આપ્યું છે.
પણ મનુષ્ય જાત જ એવી છે કે તે લોકો ની નક્કલ કરવા માથી બહાર નથી આવતો...અને એટલે જે દુઃખી છે..
મારા મિત્ર એ મને સવાલ કર્યો હતો...ભેંશ ઊડતી હોત તો શું થાત ...? મેં કીધું..કહી નહીં..ઉડતા.ઉડતા..પોદળો કરે અને જેના માથા ઉપર પડે તેને ખબર પડે..
ભગવાન ગાંડો નથી. ...જે ચરકે એને જ પાંખ હોય..
પોદળા મુક્તા હોય તેને પગ જ હોય...
ભગવાને જયારે સૃષ્ટિ ની રચના કરી.. તે વખતે ઉતાવળ નથી કરી...
પણ...
મનુષ્ય હંમેશા દરેક વસ્તુ અથવા વ્યક્તી નું પોતાની રીતે મૂલ્યાંકન કરતો હોય છે..
જીંદગી માં ગમે તેવો ડાહ્યો માણસ પણ એક વખત તો...દોઢ ડાહ્યો થાય..જ
આવી દોઢ ડાહી વ્યક્તી નદી કિનારે વડ ના ઝાડ નીચે સૂતો. સૂતો ભગવાન ની ઉડાવતો હતો...
હે ભગવાન...તારી અક્કલ તો જો આવડું મોટું તરબૂચ વેલા ઉપર ઉગે....અને અવડો નાનો ટેટો વડ ઉપર...
મજાક નો જવાબ તરત જ મળ્યો...વડ ઉપર થી તેના મોઢા ઉપર એક ટેટો પડ્યો...
દોઢ ડાહ્યો....ગંભીર બની ગયો...
બે હાથ જોડી બોલ્યો... પ્રભુ ખરેખર તો અમે મુર્ખ છીયે....કે તારી સૃષ્ટિ ની રચના હજુ બરાબર અમે સમજી શકયા નથી....
આ તરબૂચ જો વડ ના ઝાડ ઉપર ઉગતું હોત અને ..મારા મોઢા ઉપર પડ્યું હોત તો શું થાત ?
હું કરૂં. છું..તેવા ભ્રમ માંથી બહાર આવો...આપણે તો દરેક કાર્ય ના નિમિત્ત માત્ર છીયે.....