જીંદગીના કેટલાક જવાબ શોધતા શોધતા,
ખબર જ ન રહી ક્યાં જઈને અટવાઈ ગયો.
લાગણીઓ સાથે તો કેટલાયની રમી ગયો,
એક તારી લાગણીઓના પ્રવાહમાં તણાઈ ગયો.
નફરત કરવાનું કોઈપણ એક કારણ શોધતા,
પ્રેમ કરવાના હજારો કારણો સાથે તારામાં સમાઈ ગયો.
મનમાં જ દાબી દઈ રૂબરૂ મળવાની ઈરછા,
સ્વપ્નમાં રોજેરોજ મિલન સાથે જુદાઈમાં ખોવાઈ ગયો.
હતો મસ્ત જીંદગીમાં એકદમ મારી મસ્તીમા,
સાત સમંદર પાર તારી યાદોમાં હવે અટવાઈ ગયો.
અરમાનો જોઈ સાત ફેરા ફરવાના તારી સાથે,
સમાજના રૂઢિચુસ્ત નિયમોમાં બંધાય ગયો
- નેલ્સન પરમાર