હવે તારું એટલું વળગણ નથી,
માન્યું હતું કે તારા વિના જીવન નથી,
શ્વાસ પણ ચાલે છે ને જીવન પણ,
બસ હવે, તારા નામની કોઈ ધડકન નથી,
ખુલ્લો દોર આપ્યો હતો તને મારા જીવનનો,
છૂટ્યા પછી થયું હવે કોઈ અડચણ નથી,
ક્યારેક માવઠું ઉતરી આવે આંખ મહીં,
ને લાગે લાગણીઓમાં કશું ગળપણ નથી,
સ્હેજ ટકોરે જાગી જવાય સફાળું,
તોય, હવે તારું એટલું વળગણ નથી...
હિના..