એ યાદ કેમ ?
મયંક પટેલ - વદરાડ
જિંદગી આપણી ખૂબ ખર્ચાઈ છે,
એટલે જ તો નામ સાથે ખૂબ ચર્ચાઈ છે.
લીમડી ચોકે પગની જાજર ખોવાઈ છે,
ગરબે રમતી એક નાર હદયથી ગવાઈ છે.
ઊંચા ભેખરની વચ્ચે એક ગામમાં જોવાઇ છે,
એક પાગલ છોકરી નજર ને દેખાઈ છે.
એને અડકીને આવતી હવા મુંજાઈ છે,
મારી યાદમાં રહેતી એ હવે ક્યાંક ખોવાઈ છે.
" ગઝલ" માં મારી એક નાની ભવાઈ છે,
"પૂનમ" ને સાથ એક રમત રમાઈ છે.