વ્હેંણ હો જો સાંકળુ તરવું નહીં
કોઈએ મારા દિલમાં ઉતરવું નહીં
પાણિયારું છે એ ઘરનું પુજી શકો,
ફળિયું સમજી અમસ્તા ફરવું નહીં
આવો બે ઘડી બેસી રડવા ખાતર
કેમ છો પૂછવા ખાલી મળવું નહીં
બદલશે નહીં દિશા સૂરજ કદીયે
ખુદ રોશન થવા તપ ધરવું નહીં
સાંભળું સૌનું કરું "હુકુમ" મનનું
બંદગી છે ઝંઝાવાતથી ડરવું નહીં
- ગિરીશ ત્રાડા. "હુકુમ"