........રોટલો.......
સંતોષી કે', તાવડીમા તારો ને કાથરોટમા મારો રોટલો,
ચાલ એક ભાણે જમવા બેસીએ, આપણા હક્કનો રોટલો.
મજદુરને મનગમતો મળે, મહેનતનો મિઠો રોટલો,
મિષ્ટાન કે પકોડા, તૃપ્તિ મળે, ખાઇએ ઘરનો રોટલો.
ઘણા વિદેશ ભાગી ગયા, લઇને પ્રજાના ભાગનો રોટલો,
ઘણા ફર્ઝ પુરી ન કરે, ને આરોગે સરકારનો રોટલો.
ગર્વ ન કર, કોને ખબર, ખાઇએ છે કોના ભાગ્યનો રોટલો,
'દાંત આપ્યા તો ચવાણુ આપશે' વિશ્વાસે ખા સુકો રોટલો.
'સ્વજને' સ્વિકાર્યો નિતિથી ટીપેલો, હાથનો રોટલો,
કદિ ન સુકાય એવો જોયો, જલાબાપાનો સત્ નો રોટલો.
સંતોષી કે', તાવડીમા તારો ને કાથરોટમા મારો રોટલો,
ચાલ એક ભાણે જમવા બેસીએ, આપણા હક્કનો રોટલો.
(સ્વજન)યોગેશભાઈ પંડ્યા.