****ગીત ઓઢણું****
ઓઢણું તારું લીલીછમ્મ વ્હાલું
કે આ મારું પાલવમાં દિલ ખોલું..
સોનેરી કોર ને એમાં બુટ્ટા રંગીન
કે લીલીછમ્મ સંવેદના ઝબોળું..
ઓઢણાંના રંગોની લાલાશ હાશ..
તરણું બનીને સપનામાં ઢંઢોળું..
ચસોચસ વીંટળાતું ભીતરે નક્કી
છાનું છપનું કૈંક ભીંસે એ ખોળું..
વાયરે સેલ્લારા મારતી ઓઢણી
છદ્મવેશે લીલા શણગારો ઢોળું..
માંહ્યલો મધમધ બેઉં નોખાં નક્કર
છમ્મ્ ઝબોળી એમાં કસૂંબો ઢોળું..
-આરતીસોની©રુહાના.!