બે અમી છાંટણા પડ્યા કે મન મારુ મહેંકી ઉઠયુ,
ત્રીજા અમી છાંટણા એ તો ગામ મારુ છલકી ગયુ.
ઉગમણ એના એંધાણ વગરના હતા,
પણ આગમન એનુ ખુશી આપનારુ હતુ.
હજુ તો નાજુક લખવા માટે શાહી નો છાંટો ગોતતી હતી,
ત્યા તો એ ધોધમાર વરસી પડ્યો.
પછી 'નાજુક' પણ પલળી અને કલમ ને પણ પલાળી.