પપ્પા...
બઉ જલ્દી સમજાતા નથી...
સમજવામાં બઉ ઉતાવળ કરવી પણ નહીં...
''હું નહીં હોઉં ત્યારે તમને સમજાશે''
કહેતા દર્દ અનુભવે છે આપણાં ભવિષ્ય માટે...
એમના ચશ્મા વધારે અનુભવી છે આપણાં કરતા...
એ જીવન ના ખાડા ખાબોચિયા વધુ સારી રીતે જોઈ શકે છે...
પપ્પા ક્યારેય શબ્દો થી વ્યક્ત નથી થતા...
તકલીફો એમની ખુલી ને કહી નથી શકતા...
''પાણી આપ..પેપર આપ'' કહેતો ખરબચડો અવાજ...
ધુમાડો થયા પછી આપણાં સુધી પહોંચે છે...
સમજી શકો તો...
ઠીક છે, થોડા નકારાત્મક વલણો પણ તમને લાગશે જ...
પણ પૂરું અસ્તિત્વ ક્યારેય કોઈ નું ભગવાન સમાણું હોતું જ નથી...
કેમ કે...
ફ્રેમ થઈ ગયા પછી...
પપ્પા એટલા આળસુ થઈ જાતા હોય છે... --Esha
ક તસ્વીરમાંથી હાથ બહાર કાઢી... --Nidhi
માથે મુકવા જેટલી તસ્દી એ નહીં લઇ શકે !!!