વિચારું છું કે દુનિયામાં તમે લઈ આવ્યા
પણ કેમ લઈ આવ્યા? એ ના સમજાયું
રોજ તમારી રોકટોક ને અવિશ્વાસુ નજર
જાણે કહેતી અધિકાર છે મારો
સહેમી સહેમી રહેતી તમારી નજર થી
પણ ક્યારેય ના મળતી કદર તમારા થી
જાણે જન્મી કર્યું મેં કોઈ પાપ હોય
એમ કરી તમે મારી અવગણના
ને એક દિવસ તમે જ ઉજાળી દીધી મારી દુનિયા
મારી ઈજ્જત ના તમે જ કર્યા લીરા
કેમ કરી કહું દુનિયાને હૅપી ફાધર્સ ડે
જ્યારે હું તો તમને જ કહી ના શકતી ' પિતા'