આંખમાં આંસુ હવે જો આવશે જોયું જશે.!
યાદમાં ઓછું હવે જો લાગશે જોયું જશે.!!
એજ રાતો એજ શમણાં ચાહતાં અંધાર ને.!
રાત અજવાળી હવે જો લાગશે જોયું જશે.!!
યાદની એ જાણતો હું આળપંપાળો બધી.!
કાંઈ સમજાતું હવે જો લાગશેે જોયું જશે.!!
બંધ લાગે એ ભલે ;ખાલી ભીડેલાં દ્વાર છે.!
દઉં ટકોરા એ હવે જો જાગશે જોયું જશે.!!
એ ઉદાસી આંખમાં આંજે ચહેરા પર મળે.!
ને સૂતેલા દર્દ હવે જો જાગશે જોયું જશે.!!
કૈં સવાલો સાથ રાખી તું ફરે નાહક દર્શન.!
એ જવાબોમાં હવે જો ફાવશે જોયું જશે.!!
બાબુ લાલ જોષી “ દર્શન ”