હું તને ચાહું ને તું મને ના ચાહે,
આવું અમથું ચાહવું મને નહીં ફાવે...!!!
દુનિયા ભલે કહે શબ્દો
નથી જરુરી વ્યકત કરવા પ્રેમને,
હશે સાચા અે બધાં પણ
અામ મૌનમાં સમજી લેવું મને નહીં ફાવે...!!!
ઇચ્છાઓને મારીને જીવી લઇશ
કશું ના મળે તો પણ ખુશ રહીશ,
પણ અપેક્ષા વગરનું ચાહવું મને નહીં ફાવે...!!!
નિરંજન શાહ 'નીર '