દલ અડાવી ને વાંચજો વ્હાલ મારા રે,
અમે ભરીયા શાહી મા તાર વ્હાલ ના રે,
રહી ઉભી કુંદનપુરી ને સેમાડે રાહ રે,
આવી ને ભેટજો શામળીયા શ્યામ રે,
કપટ ને સાથે સાતે ફેરે નથી બંધાવુ મ્હારે રે,
હુ તો વરી ગઈ દુવારીકાનાથ હરીવર રે,
લખુ હુ કે મ્હારા વિવાહ રચાવશે શિશુપાલ રે,
બાપ ને વીરા હવે રાજી થયા એ કાજ રે,
નથી રે મન એ કાટ ખવાયેલ મન કાજ રે,
મારે મન તો શામળીયા નંદ લાલ કાન રે,
આવો હરીવર બેઠી મંદિરે જોઈ વાટ રે,
ભાગી ને ભેટવુ હવે તો ભવ ભરથાર રે,
સુણી સુણી આવીયા લગ્ન ચૌકે કાન રે,
તાર મળીયા જ્યારે પહોચ્યા દુવારીકા કાન રે,
કરી પ્રયણ કથા રુકમણીએ કાન વ્હાલ રે,
રીઝાણા કાન કીધુ બનુ ભરથાર આ કાજ રે,
vp
કીધુ કાને કે રથ હંકારજો તમે પ્રીયે રે,
જગત ભૂંડુ ગાશે ક્યાક ભાઈ કાજ ભાઈ રે,
vp
છેવટે થયા રુકમણી ના ધામધુમ વિવાહ રે
'વિજ'દુનિયા એ જોયુ આ અવસર ધુમધામ રે,
#વિજુ___vp