એમ થર પર થર કર્યા છે ભીંતના;
કંઈ સગડ મળતા નથી આ ઈંટના.
જીતનો જો ગર્વ રાખો ટોચ પર;
થાય દર્શન તમને ક્યાંથી ખીણના?
ધર્મના ફાંટાઓ પાડીને તમે;
કેટલા ટુકડા કર્યા છે જીવના!
મા પિતાને મૂકીને ઘરડાઘરે;
દીકરા સપના જુએ છે દીવના.
એક તો આ આગ ઉપર ચાલવું;
ને ઉપરથી પગ દીધા તેં મીણના.
રવિ કે. દવે 'પ્રત્યક્ષ'