વધુ વાત મક્તાથી આગળ રહી
ગઝલ એક મિસરાથી આગળ રહી
ફરી, ખીણમાં બૂમ પાડી 'તી મેં
ફરી ચીસ પડઘાથી આગળ રહી
અબી, આવતીકાલ આવી નહીં
ગઈકાલ કિટ્ટાથી આગળ રહી !
કહ્યું ને કે, પાછળ રહ્યો હું ફકત
હા,મંઝિલ તો રસ્તાથી આગળ રહી
રહી ગૂંચવાઈને ભમતી સતત
હથેળી ભમરડાથી આગળ રહી
ભરત ભટ્ટ