લડી શક્યા જો નહી, પ્રેમમાં ફસાવે છે
અમારા શત્રુ હવે ફૂલ મોકલાવે છે
તમારા હોઠ મને આવવા કહે છે ને
તમારી આંખ મને બારણું બતાવે છે
કરું છું ખૂબ પ્રયત્નો કે શાંત રહે મન, પણ
તને જો જોઈલે મન લાગણી મચાવે છે
હું સ્થીર થઈ જ ગયો હોત મોક્ષમાં જઈને
છે એક જણ જે મને આવ જા કરાવે છે
નરકની બીક બતાવો નહી મને સાહેબ,
છું આ જ શહેરનો માણસ, બધે જ ફાવે છે
ભાવિન ગોપાણી