અછાંદસ ઃ-
થડ પર સાબૂત વસંત ચીતરી;
વગર મૌસમે ખીલ્યા ફૂલ પર્ણ....
પાનખરે વસંત ખીલી
નથી રહી કોઈ ખોટ
ફૂલોની કેવી મહેંક પ્રસરી
કુમળા ફૂલોને સ્પર્શ કરતી
પાનખરને આવી વસંત..
થડ પર સાબૂત વસંત ચીતરી;
વગર મૌસમે ખીલ્યા ફૂલ પર્ણ....
સ્પર્શ કરું એની કોમળ પાંદડી
હસતી, હસતી જાણે શરમાઈ જાય
હસતી, રમતી વાયરે ઝોકા ખાતી
પાછી, શરમાઈ જાય..
થડ પર સાબૂત વસંત ચીતરી;
વગર મૌસમે ખીલ્યા ફૂલ પર્ણ....
-આરતીસોની રુહાના