Gujarati Quote in Motivational by Kamlesh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

....#.... વિષ કન્યા....#....

એક રહસ્ય,પેહેલી,દંતકથા કે હકીકત....?

ચાલો જાણીએ આજ ભારતવર્ષનો આ અજાણ્યો અને ભેદી ઇતિહાસ....

વિષ... એટલે જીવ લે એવું દ્રવ્ય...

મુખ્યત્વે ઝેરના ત્રણ પ્રકાર છે :-
૧) સ્થાવર.
૨) જંગમ.
૩) દૂષિત.

વિષ સાથે જોડાયેલા શબ્દો પણ સમજવા જેવા છે. જેમકે,
૧)વિષ પ્રકરણ :- ઝેર વિશેના ઉપાયો આદી બતાવનાર શાસ્ત્ર...
૨) વિષધર :- વિષ ધારણ કરનાર ઝેરી સાપ.
૩) વિષધરા :- વિષ ધારણ કરનારી.
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ, શનિવાર,આશ્લેષા નક્ષત્ર અને બીજ તિથિમાં જે બાળકનો જન્મ થાય તો તે વિષબાળક કહેવાય છે. આવા બાળકો માવતર માટે અત્યંત દુખદાયક નિવડે છે.
લોકવાર્તાઓમાં કહેવામાં આવે છે કે આવા બાળકોને લાકડાની પેટીમાં પૂરી દરિયામાં વહાવી દેવામાં આવતા હતા.
આજે વાત કરવી છે પ્રાચીન ભારતવર્ષની વિષકન્યાઓના રહસ્યની...
પ્રાચીનકાળથી આજ સુધીના ઇતિહાસમાં વિષકન્યાઓનો ઠેર-ઠેર ઉલ્લેખ જોવા મળે છે.
લગભગ ૧૬મી સદી સુધીમાં ભારતની વિષકન્યાઓની ચર્ચા દુનિયાભરમાં ફેલાઇ ચૂકી હતી. આજની એકવીસમી સદીમાં વધુ પડતાં સુધરેલા લોકો આ વાતને "ટાઢા પો'રના ગપ્પાં " કહીને હસી કાઢે છે.
પરંતુ ભારતીય પુરાણકથાઓ, દંતકથાઓ અને પ્રાચીન સંસ્કૃત ગ્રંથો આ વાતને સંપૂર્ણત: સમર્થન આપે છે.
આ વિષકન્યાઓ કોણ હતી..???
વાત એમ છે કે પોતાનાથી બડીયા અને શક્તિમાન રાજાને હરાવવા માટે પહેલાંના ચતુર રાજાઓ આવી વિષકન્યાઓનો ઉપયોગ કરતા.
વિષકન્યા એક એવી કન્યા જેના જન્મની સાથે જ નિપુણ રાજવૈધ દ્વારા ક્રમે ક્રમે તેના શરીરમાં પ્રાણધાતક વિષ દાખલ કરવામાં આવતું,તે યૌવનના ઉંબરે આવીને ઊભી રહે ત્યાં સુધીમાં એ નાગણી જેવી કાતિલ બની જતી,જેના લીધે તેના શરીરમાં એવો પ્રભાવ આવતો કે જે તેની સાથે ભોગ કરે,સહશયન કરે,ચુંબન કરે કે શ્વાસના સંપર્કમાં આવે તેના રામ રમી જતા,એનું મૃત્યુ થઇ જતું.
જ્યારે કોઇ રાજાને પોતાના શત્રુ-હરીફને મારવાની ઇચ્છા થતી ત્યારે ગીત,સંગીત અને નૃત્યકળામાં પારંગત,સર્વગુણ સંપન્ન એવી વિષકન્યાને તેની પાસે મોકલી દેતો...
આવી જાજરમાન વિષકન્યા પોતાના રુપ,ગુણ અને કળાથી રાજાને મોહ પમાડી અને તેના શયનકક્ષ સુધી પહોંચી જતી. રાતની રતિક્રિડાને અંતે રાજવી મૃત્યુ પામતો.
આવે વિષકન્યાઓનો પ્રભાવ ફકત એક કે બે વ્યકિતનો નાશ કરવા સુધી સિમિત રહેતો,એમ કહેવાય છે. આવી વિષકન્યાઓ કોઇને પરણી શકતી નહી. આજીવન કુંવારી રહી રાજનું રમકડું બની રહેતી. એના જીવનની આ એક કરુણતા હતી...

કલ્ફી પુરાણમાં સુલોચના નામની વિષકન્યાનું નામ આવે છે. આ વિષકન્યા કોઇની સામે "ત્રાટક" કરીને એકીટસે જોઇને તેને વિષાક્ત બનાવતી.

મહારાજા વીરસેનના રાજ્યની વિષકન્યા "ગૌતમી" ના જીવન સમર્પણની પણ એક અદ્દભુત કથા છે...જે ખુબ જ પ્રચલિત છે...

નોંધ : આ તો ભારતવર્ષની વિષકન્યાઓના રહસ્યની એક અલપ-ઝલપ ઝલક આપી...
આવી તો હજુ કેટ-કેટલીય કથાઓ છે...
આપણે તો વિષ શબ્દથી જ ઠંડા પડી જઇયે છિયે,જ્યારે આ દેશની મહામાયા,શક્તિઓ આવા હળાહળને ધારણ કરી આખી જિંદગી રાજ્ય અને દેશને સમર્પિત રહી હતી...
તોય આ પુરુષપ્રધાન સમાજ કહે છે,"અબળા".... લો બોલો...
દરેક વાંચક બહેનો આપ સૌ આજ ધરતીનો અંશ છો...વિચાર કરજો... સ્વયંને અબળા કે કમજોર માનતા પહેંલા...

અસ્તુ...

જય ભોળાનાથ...

હર હર મહાદેવ.... હર....

Gujarati Motivational by Kamlesh : 111190769
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now