અને આપણે મળ્યાં.કેવી રીતે બહુ વધારે યાદ નથી. પણ હા આપણે મળ્યાં. કેટલી બધી વાતો. રાતે ના ખૂટે એટલી દિવસે થાય. અને દિવસે ના ખૂટે એટલી રાતે થાય.
કેટલા ટેક્સ્ટ મેસેજ... કેટલા વોઈસ મેસેજ અરે વિડિયો કોલ પણ કેટલાં!!
મળવાની તાલાવેલી પણ કેટલી રેહતી. રેસ્ટોરન્ટ માં જમવા થોડી જતાં આપણે? આપણે તો જતાં વધુ માં વધુ સાથે બેસવા મળે, આંખમાં આંખ પરોવીને, હાથમાં હાથ ઝાલીને...
સાચે જ બહુ યાદ આવે છે તે બધું જ. જોને આપણે આમ અચાનક..... આ રસ્તા અધવચ્ચે ફંટાઈ ગયા. આપણે બંને એકબીજાની રીતે સાચા જ છીએ.
છેહ?? ના ના, એવું તો સ્વપ્ને પણ ન વિચારી શકીએ
ના તું અને ના હું. પણ એ વાત ચોક્કસ કે આપણા રસ્તા બદલાઈ ગયા. હવે આપણે આપણી જીવનની ઘટમાળમાં પરોવાઈ જઈશું. યાદ આવીશું? હાસ્તો વળી, કેમ નહીં? દિવસ તો નીકળી જશે. પણ જ્યારે રાત ઘડીક થંભી ગઈ હશે ને ફકત શ્વાસની આવન જાવન જ સંભળાતી હશે ને ત્યારે એ શ્વાસોમાં અને હૃદયનાં ધબકારા માં, ચોક્કસ આવીશું એકબીજામાં. પણ ત્યારે આંખો બંદ કરવાનું નઈ ભૂલવાનું હો. ક્યાંક જો સરી પડીશું તો ઉજાગર થઈ જઈશું. અને એવું તો આપણે હરગીઝ નહીં ઈચ્છિયે. આ મિલ્કીયત તો આપણી છે, તારી અને મારી. કોઈ ત્રીજું નહીં હો. અને હા એક વચન દુનિયાના પડમાં હોઈએ, છેલ્લા શ્વાસે તો સાદ કરજે હો. એક મિનિટની પણ વાર નહીં લગાડું સાથે ચાલી નીકળવામાં.
ચાલ હવે છૂટાં પડીએ. વધુ વાર લગાવીશું તો રડી પડીશું. ધૂંધળી આંખોએ એકબીજાને બરાબર છેલ્લી વાર જોઇ પણ નહિ શકીએ. ચાલ હવે...bye...jsk ?