ઘરમાં એકના એક દિકરાના લગ્ન લેવાના હોય..છોકરાની વહુ ઘરમાં આવવાની હોય..તો આખાયે ઘરમાં કેટલો રુડો રૂપાળો આનંદ છવાયેલો હોયછે..ઘરમાં દરેકના મોં ઉપર છોકરો પરણાવવાની ખુશી હોયછે..
કયારે તે ખુશીની ઘડી ઘર આંગણે જલ્દી આવી જાય..તેમ સૈ કોઇ કાગવાટે એક પછી એક દિવસો ગણતા હોયછે..ને તે દિવસની ખુશીની ઘડી પળવારમાં ઘર આંગણે આવી ને ઉભી રહી જાયછે..
સૈ કોઇ પોતપોતાના કામમાં લાગેલા હતા..બેન્ડવાજા પહેલા અંબેમાની આરતી ગાઇને પોતાના સુરનો પ્રારંભ કર્યો..સૈ પ્રથમ માંડવા મહુર્ત..ત્યાર બાદ..પછી બપોરે સૈ આમંત્રિતોને જમવાનું..ત્યાર બાદ બપોરની એક ગ્રહશાન્તિની વિધી..આમ સૈ પોતપોતાની ક્રિયામાં વ્યસ્ત હતા..
ને હવે શરુ થાય છે..વરનો વરઘોડો..બે ઘોડા સાથે ઝગમગ ઝગમગ શણગારેલી ઘોડાગાડી..બેન્ડવાજા વાગતા જાયછે..સૈ આમંત્રિતો એક સાથે મળીને ધીરા પગલે વરરાજાની આગળ પોતાના ડગ માંડે છે..વરરાજાએ પોતાનું સ્થાન ઘોડાગાડીમાં ગ્રહણ કરી દીધું છે..વરરાજાને પોતાનો શણગાર જોઇને મનમાં ને મનમાં અપાર આનંદ થતો હોય..તેમ તેમના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઇ આવેછે..
આગળ ચાલતા નાના નાના ભુલકાં પણ સંગીતની તાલે ઉપર નીચે હાથ હલાવીને જેવો આવડે તેવો ડાન્સ કરતા હોયછે..નાના સાથે થોડાક મોટા જવાન છોકરાઓ પણ ગીતોના ડાન્સમાં એક પછી એક અંદર જોડાય છે..
તો પાછળ આવતી બહેનો સાથે છોકરીઓ પણ કેમ રહી જાય! તેઓ પણ પાછળ એક નાનું ગ્રુપ બનાવીને ડાન્સ કરવાનું ચાલું કરી દે છે..
આગળ છોકરાઓનો ડાન્સ ને પાછળ છોકરીઓનો ડાન્સ..ખરેખર વરરાજાનો આ વરઘોડો તો અતિ રોમેન્ટિક લાગી રહ્યો હતો...વચ્ચે ચાલતા ઉંમરલાયક લોકો પણ બંન્નેના ડાન્સ જોતા જોતા આગળ ચાલી રહ્યા છે..
પછી તરત બેન્ડવાજાઓએ પોતાનું ધીમુ ગીત અહી બદલ્યું ને ચાલું કર્યુ..પેલું ઘમઘમાટ અમિતાભ બચ્ચનનું ગીત..ના ના ના ના ના રે ના રે...ના રે..
બસ જેવું આ ગીત ચાલું થયું ત્યા જ વરરાજાના ભાઇબંધોએ વરરાજાને પણ ડાન્સ કરવા આમંત્રિત કર્યા..
તેમની ના હોવા છતાંય તેમને જેવો આવડે તેવો ડાન્સ ચાલુ કર્યો..
તો છોકરીઓ કેમ પાછી રહી જાય! તેમને પણ વરરાજાની મમ્મીને ડાન્સ કરવા આમંત્રિત કર્યા..તેમને પણ મનમાં ઇચ્છા ના હતી છતાંય લોકોની આવી પ્રેમભરી ભલામણ જોઇને ના કહી શક્યા નહીં..તેઓ પણ આ છોકરીઓના ગ્રુપમાં ડાન્સ કરવા જોડાઇ ગયા..બચ્ચનનું તે ગીત બરાબર જોરશોરથી વાગતું હતું..સૈ પોતાની રીતે ડાન્સ કરવામાં તલ્લીન હતા..
ત્યાંજ અચાનક પાછળ કંઇક કોલાહલ થયો..
સૈએ જોયું તો વરરાજાના મમ્મી ડાન્સ કરતા કરતા નીચે પડીને બેભાન થઇ ગયા..વરઘોડો ગીત વાગતો શાન્ત થઇ ગયો..આગળ વાળા છોકરાઓ પોતાનો ડાન્સ બંધ કરીને સૈ પાછળ આવ્યા..વરરાજા પણ આ જોઇને જરાક હેતબાઇ ગયા ને વિચારવા લાગ્યા કે મારી મમ્મીને આ શું થઇ ગયું!..પછી તરત અમુક છોકરાઓ ગાડી મંગાવીને તેમને નજીકની હોસ્પીટલમાં લઇ ગયા..ડોક્ટર સાહેબે વરરાજાની મમ્મીની નસ ચેક કરી..પણ તેમને તો તરત ખબર પડી ગઇ..કે બેન હવે હયાત નથી..એક માઇનોર એટેકે તેમનો જીવ લઇ લીધો છે....
એક બાજુ વરરાજાને પોતાના લગ્નની ખુશી હતી.. તો બીજી બાજુ પોતાની મમ્મીના મરણનો મોટો આઘાત હતો...
સૈની ખુશી એક મરણના માતમમાં ફેરવાઇ ગઇ..
વરઘોડો શાન્ત અવાજે ત્યાથી પરત ફર્યો..પછી સૈ પોતપોતાને ઘેર જવા વિખરાઇ ગયા..પછી તો આગળ શું થયું હશે! તે સૈ કોઇ વિચારી શકેછે..
આની ઉપરથી એક વસ્તુ આપણને શીખવા મળે છે..કે જે કોઇ કમજોર દિલવાળા હોય કે હાર્ટની સામાન્ય બિમારી હોય તેમને આવા લગ્નોના ડાન્સમાં ભાગ લેવો જોઇએ નહી..આવા ઘણા કિસ્સાઓ લગ્નોમાં બન્યા છે..તેથી આવા નાજુક ર્હદયવાળાઓએ ફકત જોઇને જ મજાનો આનંદ લેવો જોઇએ...
આ કિસ્સો સત્ય ઘટના છે..ને તે ખરેખર બનેલી છે..
માટે જ..all take care?