જીવ કોણે વ્હાલો ના હોય!
શરીર મોટા હોયછે પરંતું અંદર બેઠેલો જીવ મુઠ્ઠીમાં સમાય તેટલો હોયછે...
જેને આપણે દિલ કે ર્હદય કહીએ છીએ..
આ ર્હદય રુપી ઘડીયાળ ગમે ત્યારે બંધ થઇ શકેછે ને જો તે બંધ થઇ જાય તો આખે આખું શરીર કશાય કામનું હોતું નથી.
માટે જીવ છે ત્યાં સુધી શરીરની કિંમત હોયછે...
આથી જ આ નાના સરખા જીવને બચાવવા લોકો કયારેક દોડા દોડી પણ કરતા હોયછે..પણ કયારેક તે દોડાદોડીમાં કાયમ માટે આપણી જીત હોતી નથી..પણ કયારેક તેમાં પોતાનો જીવ પણ કાયમ માટે ચાલ્યો જાયછે.
એક ભાઇ પોતાની ગાડી લઇને વડોદરા મુંબઈ રોડ ઉપર પોતાના ફેમીલી સાથે જતા હતા..સ્વાભાવીક છે કે હાઇવે રોડ ઉપર દરેક ગાડીઓની સ્પીડ સોથી ઉપર જ હોય..કોઇ સોની સ્પીડે ચલાવે તો કોઇ એકસો વીસની સ્પીડે ચલાવે તો કોઇ એકસો પચ્ચાસની સ્પીડે ચલાવે...રોડ એકદમ ખુલ્લો હોય તો કોઇ સામાન્ય સ્પીડે ના જ ચલાવે!
પણ તમે તો જાણો છો કે હાઇવે રોડ ઉપર પણ અનેક ઠેકાણે આપણે જાતે બનાવેલા નાના નાના છેડાં હોયછે..તેમાંથી સાઇકલો પણ નીકળતી હોયછે..તેમજ બાઇકો પણ નીકળતી હોયછે..ને સાથે સાથે આપણા જેવા માણસો પગપાળા પણ નીકળતા હોયછે..આ દરેક ને ગોળ ફરીને રાઇટ સાઇડે જવાનું ગમતું નથી..માટે આવા લોકો દરેક સમયે સોટકટ રસ્તો જ અપનાવતા હોયછે..કારણકે તેમના મકાન કે ફેકટરી આવા છેડાંની નજીક જ હોયછે..જેથી તેમને સરળતા રહેછે..
પરંતું આમ કરવાથી કોઇ બીજાનો જીવ પણ કયારેક ચાલ્યો જાયછે તે આપણે વિચારતા નથી કે સમજતા નથી..
ટુકમાં કોઇપણ રીતે આપણે આજુબાજુ જોયા વગર જ આવા રોડ ક્રોસ કરીએ છીએ..જે ખરેખર આપણી પોતાની જ આવી મોટી ભુલ હોયછે..
હા પછી પેલી ગાડીમાં પોતાના ફેમીલી સાથે નીકળેલા ભાઇ એક આવા જ બાઇક સવારને બચાવવા પોતાની ગાડીને જરાક સાઇડ કરતાં તેમની ગાડી ચાર પલટી મારીને રોડની પેલે પાર ઉતરી ગઇ..આખી ગાડીનો લોચો થઇ ગયો..બોલો સામે આવેલ બાઇક સવારનો જીવ બચાવવા ગાડીવાળાએ પોતાનો જ જીવ આપી દેવો પડયો! સાથે સાથે અંદર બેઠેલા બીજા ત્રણ જણના પણ જીવ ચાલ્યા ગયા, એટલે કે કુલ ચાર લોકોના જીવ એકસાથે ગયા..કોના લીધે!..પેલા અસમજ બાઇકવાળાના લીધે..કારણકે (તેને આજુબાજુ જોયા વગર જ પોતાનું બાઇક રોડ ક્રોસ કર્યુ..)
દરેક માણસ હમેશાં બીજા માણસનો જીવ બચાવતો આવ્યો છે ને બચાવે પણ છે..પણ કયારેક બીજાને બચાવવા પોતાને જ આ દુનીયા છોડીને કયારેક ચાલ્યા જવું પડે છે..
તો આ લખાણનો સારાંશ માત્ર એટલો જ છે કે તમે કયારેય પણ રોડ ક્રોસ કરવા જરાય ઉતાવળ કરશો નહિ..કારણકે આપણી આવી નાની નાની એક બે ભુલના કારણે બીજા અનેકની જીંદગીઓ ચાલી જાયછે..
માટે જ સમય કરતાં આપણી તેમજ બીજાઓ જીંદગી પણ વધું કિંમતી હોયછે..
નવો સમય તો આવ્યા કરશે પણ ગયેલી જીંદગી કયારેય કોઇની પાછી આવતી નથી...plz remember.