જંગલ લખું,પર્વત લખું,ખળખળ લખું છું જળ વિશે;
દ્રશ્યો અધૂરાં છે હજું ? તો લખ હવે સાગર વિશે.
બારી લખું, બારણ લખું, ડેલી ને દિવારો લખું;
આવાસનું ઘટતર ઘટે ? તો લખ હવે દાદર વિશે.
કૂવો લખું, પનઘટ લખું, હાંડો ને પનિહારી લખું;
પાદર અધૂરું છે હજું ? તો લખ હવે ગાગર વિશે.
કંગન લખું, કાજલ લખું, સાડીનો એ પાલવ લખું;
નારી અધૂરી છે હજું ? તો લખ હવે ઝાંઝર વિશે.
ઝાલર લખું, ઢોલક લખું,સાખી-નગારું પણ લખું;
ચોરો અઘૂરો છે હજું ? તો લખ હવે ઠાકર વિશે.
-અશોક વાવડીયા
છંદ=રજઝ પૂર્ણ બહર નો ૨૮ માત્રા
ગુજરાતી શબ્દો
ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા
અરબી શબ્દો
મુસ્તફઈલુન મુસ્તફઈલુન મુસ્તફઈલુન મુસ્તફઈલુન