kavyotsav 2 Gujarati
મૌનમાં બોલતાં આવડે છે?
આંખમાં ખોળતાં આવડે છે?
પ્રેમમાં હોય છે જાગરણ પણ,
રાતમાં જાગતાં આવડે છે?
પાંખ તો કોઈ કાપી ગયું છે,
એ વિના ઊડતાં આવડે છે?
વેદના, વેદના, વેદના છે,
આંસુ ને ખાળતાં આવડે છે?
ગાંઠ સંબંધમાં પણ પડી છે
બાંધ્યું ખોલતાં આવડે છે?
નાવડી કે હલેસું નથી પણ
જળ ઉપર ચાલતાં આવડે છે?
ફૂલ ખીલતા રહે છે વસંતે
શિશિર માં ખીલતાં આવડે છે?
તું કરે છે ખુદાઈનો દાવો
ત્રાજવું તોળતાં આવડે છે?
એ બી સી ડી તો ગોખી ગયો છે
ગુર્જરી બોલતાં આવડે છે?
કોઈ સપનાં હકીકત બને ના
ખ્વાબ માં જીવતાં આવડે છે?
સપના વિજાપુરા