બાળપણ... #kavyotsav - 2
ક્યાંય વીતી ગઇ એ સોનેરી પળો...
સ્મૃતિપટ પર આજે પણ જીવંત છે એ પળો...
વડલા ડાળીએ ઝુલતાં ને,
મીઠી આંબલી ખાતાં;
પંખીનાં કલરવ સાંભળતાં ને,
ઝાંકળથી પગ પખાડતા;
છુપાઈને લખોટી રમતાં ને,
શિક્ષકોને જોઈને ભાગતાં;
પણ ..........................
આજે ખોવાયું છે બાળપણ...
કેમ કે...
આ ઉદ્યોગોનાં શહેરમાં....
નથી કોઈ ઝાડ .....
કે નથી કોઈ નિખાલસ મન...
અહીં તો છે માત્ર...
ઈમારતોનું વન...
અહીં કયાં ગોતું મારા બાળપણને...???
- "કલ્પતરુ"