મંઝિલ ... #કાવ્યોતસવ - 2
પળે પળે વલખાં મારતો,
મનુષ્ય પામવા મંઝિલ...
કરે જો પુરૂર્ષાથ મનુષ્ય,
તો નથી દૂર મંઝિલ...
નસીબ દોષે હારી જાતો,
તેને નથી કોઈ મંઝિલ...
બહાદુરીથી સંઘર્ષ કરે,
તેને મળે છે મંઝિલ...
આળસુ તથા એશ આરામીથી,
દૂર ભાગે છે મંઝિલ...
પરિશ્રમી તથા કાર્યશીલને,
અંતે મળે છે મંઝિલ...
-“કલ્પતરુ”