?#કાગળની_નાવડી #?
#કાવ્યોત્સવ -2
પ્રેમના આ અથાગ સાગરમાં,
કાગળની નાવડી લઇને નીકળ્યો છું.
.
તમારા અનન્ય પ્રેમ રૂપી પતવાર થકી,
મારી જીવનનૈયા ને આગળ ધપાવજો.
.
આવે ક્યારેય ગમરૂપી મોજાં તો,
તમારી હંસીના હલેસાથીંં હટાવજો.
.
તમારો જ સાથ છે મને આ દુનિયામાં,
મજધાર માં હાથ ના છોડાવજો.
.
તકરાર રૂપી તોફાનોમાં,
સમજદારી થી સાથ નિભાવજો.
.
સ્વાર્થી સંસારસાગરમાં,
મારી વિશ્વાસરૂપી નૈયાને પાર લગાવજો.
-?ભરત રબારી?
?(માંગરોળ, જુનાગઢ)