-:: લખું છું ::-
આજ વર્ષો જૂની કોઈ વાત લખું છું
તારી ને મારી કોઈ યાદ લખું છું
.
મોસમ કેરી મહેફિલોની મુલાકાત લખું છું
પાનખરમાં વસંત ની આસ લખું છું
.
કામણગારા નયનો ના કામણ લખું છું
વાયરને સંગ કરેલી વાતો લખું છું
.
તારી લહેરાતી ઝુલ્ફો માં ગઝલ લખું છું
આપણા પ્રણયની વાત લખું છું
ચાંદો ને સૂરજ હોય સાથે એવી રાત લખું છું
તારા ને મારા મિલનની રાત લખું છું.
- ભરત રબારી
( માંગરોળ, જુનાગઢ)
#કાવ્યોત્સવ -2