...#... માતૃભારતીના દરેક ભાઇ બહેનને જાહેર અપીલ...#...
.....અંત અને સબક અનિવાર્ય છે હવે તો....
...... "નપાવટ ફેક "એકાઉન્ટ્સ"નો....
આજે ઘણી બધી બહેનો પર આ એપના ઇનબોક્ષમાં બળાત્કાર( મરજી વિરુદ્ધ બળપૂર્વકનો અત્યાચાર)થઇ રહ્યો છે.
અને પોતાને કંઈ કરી શકવા અસમર્થ માની કે પછી આવા હરામીઓ(જાનવર નહીં કહું નહિતર જાનવરોનું અપમાન કર્યું ગણાશે)સામે "આંખ આડા કાન" કરી સમસમીને બેસી જાય છે...પણ મારી યોગમાયાઓ તમે તો વિશ્વનો આધાર છો... મહાકાળી,રણચંડી છો...શક્તિનું ઉદ્ગમ સ્થાન છો...થાઓ નવદુર્ગા એક અને હણી નાખો આવા દૈત્યોને અને કરો સૌનો ફરી એકવાર ઉદ્ધાર...
આપણા પરિવારની બે સાહસી બહેનો...
૧) મીંરા પટેલ...
૨) સોનાલી જૈન...
જેમણે હિંમત દાખવીને "અમીત ચૌધરી" તરફથી પોતાને આ પરિવારમાં"ઇનબોક્ષ"પર થયેલી કનડગત અને અભદ્ર વ્યવહાર વિશે પોસ્ટ મૂકી છે...
આ એપ એક એપ ના હોઇ,એક પરિવારની અનુભૂતિ કરાવે છે આપણને...હું જ્યારથી અહિંયા આવ્યો છું ત્યારથી જાણે એક નવી જન્મેલી દુનિયામાં,નવો અવતાર લઇને આવ્યો હોઉં એવો એહસાસ મને થયો છે...કેટલાય મિત્રો,સખીઓ,બહેનો,ભાઇઓએ અવિરત મને નિ:સ્વાર્થ પ્રેમ ધારામાં તરબોળ રાખ્યો છે...
કોઇ મોટાભાઇ કહે,કોઇ વડીલ કહે,અરે કોઇ તો મહાદેવના આ તુચ્છ ભક્તને જ મહાદેવ કહે છે....આ પરિવારનો મોભી કહે છે...આટલો નિખાલસ પ્રેમ...!એ તો અહિંયા જ મળે હો...
પરંતુ દરેક સમય અને સ્થાન પર હંમેશા બે પક્ષ રહેતા હોય છે...જે સમયે આપણે ખુશ છિયે,એ જ સમયે કોઇ દુખી પણ છે....બધાં સારા છે,તો અમૂક દૂષિત માનસિકતાવાળા નરાધમો પણ છે...અને આ પરિવાર એ આપણું ખુલ્લું પ્રાંગણ છે...પણ આવા દૂષણ આપણાં આંગણાંમાં પ્રવેશ ના કરે અને કરે તો એને પાઠ ભણાવીને ઠેકાણે પાડવાની જવાબદારી એક મોભી તરીકે મારી પણ છે...અને એમાં આપણા પરિવારના દરેકે દરેક સભ્યની મારે એટલી જ જરુર પણ છે...આ સમસ્યા આપણા પરિવારની છે તો એનો સામનો પણ આપણે સાથે મળીને જ કરવો રહ્યો મિત્રો....
જેવી રીતે આપણે ભૂતકાળમાં એકજૂઠ થઇ પેલા"ફકિર બાબા"અને"સુલતાન મિર્ઝાં"જેવા ફેક એકાઉન્ટ્સ ધારકોને સાથે મળીને પાઠ ભણાવી ભગાડી મૂક્યા હતા,એવી જ રીતે આજે જેટલા પણ આવા હરામી " અમિત ચૌધરી"(કે બીજા પણ કોઇ)છે એમને ભગાડી ના મૂકતાં હવે એમનો નાશ જ કરી નાખવા પડશે...અને મને આપણો આખો માતૃભારતી પરિવાર એકજૂઠ જોઇએ છે...
હવે કરવાનું છે શું...?
મોસ્ટ ટ્રેંડિંગની ઉપરની તરફ ડાબી બાજુએ ત્રણ રેખાઓ છે,એના પર ક્લિક કરો તો આપણી પ્રોફાઇલ દર્શાવતું અને લોગઆઉટ માટેનું પેજ સામે આવશે...એમાં ૬ ઓપ્શન છે,
૧) મૂળ સ્થાને.
૨) ભાષા પસંદગી.
૩) મંતવ્યો.
૪) કાયદાકીય.
૫) એપ ને રેટિંગ આપો.
૬) લોગ આઉટ.
હવે આમાં ત્રીજા ઓપ્શન "મંતવ્યો " પર ક્લિક કરો,એમાં આપને તમારું નામ અને મેઇલ આઇ. ડી. અને આપનો ફોન નંબર દેખાશે.
એની નીચે "તમારા મંતવ્યો "માં નીચે આપેલી કમ્પ્લેઇન કોપી-પેસ્ટ કરી મોકલી દો...ઓછામાં ઓછી ૨૦ કમ્પ્લેઇન તો હોવી જ જોઇએ...
....#.... કમ્પ્લેઇન....#....
"અમિત ચૌધરી "એ ઓનલાઇન એપના ઇનબોક્ષમાં બહેન દિકરીઓ સાથે કરેલી અશ્લીલ હરકત વિરુદ્ધ સાઇબર ક્રાઇમ કરવા બદલ ગુજરાત સાઇબર ક્રાઇમ પોલીસખાતામાં કમ્પ્લેઇન કરવામાં આવે...અને આ બાબતે કડક પગલાં લેવામાં આવે...આ જવાબદારી માતૃભારતીના સંચાલકોની છે કે તેઓ બહેન દિકરીઓને આવી પરિસ્થિતિનો સામનો ના કરવો પડે એનું ધ્યાન રાખે...
આ એપ આપણો પરિવાર છે,અને આ પરિવારની બહેન દિકરીઓ અબળા નથી,જગદંબા છે.
.........#........#.........#.......
બધાં આ કમ્પ્લેઇન મૂકીને મને કમેન્ટબોક્ષમાં કહો કે
" મિસાઈલ છોડી દીધી"...
પછી જુઓ શું વલે થાય છે આવા નરાધમોની...
-- Kamlesh
માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111160987