તું આવે ને બે ઘડી થોભે તો કહું શબ્દ થોડાં સંઘરેલાં છે
મથું છું ઉકેલવા કે આ ડામ શું શબ્દ લિપિથી ઉઠેલા છે?
ભરું બે ઘૂંટ અતિતમાંથી ભાળું ઘાવ જે વણ રુઝેલાં છે
આ તો અંતરના ઊંડાણમાં ઉદ્ભવતા ઉમળકા બુઝેલાં છે
નથી કોઈ આશ કે મળે કો મોતી આ સમુદ્ર તળ એંઠાં છે
ન નક્કી મળે મરજીવા તળે, કૈંક મુજ સમ કિનારે બેઠાં છે
ભરું બે ઘૂંટ કે જે પિધેલાં વલોવું એ અસમંજસ ભરેલાં છે
ન રોકાણ કાયમ કો’નું અહિં ચંદ્ન—સૂરજને રાત–દી ના ફેરા છે
હાસ્યના તો કૈંક પડદા છે પાછળ તિક્ષ્ણ ઘાવ હૈયે ભરેલાં છે
ભાળતાં નજીકથી મળશે આંખોમાં શુષ્ક અશ્રુઓ ભરેલાં છે
કહી લઉં છું બે વાત મનની ખુદને કે શ્રોતા શ્વાસ થંભેલા છે
છે હૈયે ઉભરતી લાગણીઓ ”આસક્ત” શબ્દો જે ડંખેલાં છે
– Mayur Anuvadia ( આસક્ત )