કહેવાયછે દરેકના લગ્નની જોડી ઉપર બેઠેલો કુદરત જ ગોઠવી આપેછે...
આપણે તો અહિં આપણા ઘરમાં ફક્ત પસંદગી જ કરીએ છીએ...પણ તે ખરેખર લગ્નના મંડપ સુધી પહોંચીને સફળ થાય છે કે નહી તે તો કુદરત જ નક્કી કરેછે...
ફિલ્મી હીરો રણબીર કપુર તેને દિપીકા સાથે ઘણા સમયથી પ્રેમનું ઇલુ ઇલુ ચાલતું હતું ને છેવટે તેઓ હમણાં જ પરણી પણ ગયા...આ પહેલા દિપીકાને રણવીર કપુર સાથે ઘણા સમય સુધી લવ રહ્યો હતો પરંતું રણવીર કપુરના મમ્મી પપ્પાને એટલે કે રુષીકપુર ને નીતુસીંગને આ દિપીકા પસંદ હતી નહીં જેની દિપીકાને ઘણા સમય પછી ખબર પડી ગઇ હતી...માટે તેને પોતાનું પ્રેમનું લંગર રણબીર કપૂર સાથે જોડયું..આમેય રણબીર કપૂર થોડો થોડો દિપીકાની નજીક જ હતો તેની દિપીકાને જાણ ના હતી કારણકે તેતો તે સમયે રણવીર કપૂરના પ્રેમમાં હતી ને પછી આ જોડી થોડુક પ્લસ માઇનસ કરીને કાયમ માટે તેને પરણી ગઇ...આ બાજુ રણવીર કપુર આલ્યાભટ્ટ બંન્ને સાથે ઘણી ફીલ્મોમાં તે સમયે કામ કરતા હતા...ને રણવીર કપૂરનો પેલો અધુરો રહેલો દિપીકા સાથેનો પ્રેમ અહિં તેને આલીયા ભટ્ટ સાથે જોડી દીધો...ને સમય જતાં જતાં આ બંન્નેનો પ્રેમ વધું નજીક આવતો ગયો...જે રણવીર કપૂરના મમ્મી પપ્પા સુધી જાણ થઇ ગઇ...ને તેમને આલીયા ભટ્ટ ગમી પણ ગઇ ને પછી વિચાર્યું કે કપુર ખાનદાનમાં રણવીર કપૂર માટે આ એક યોગ્ય વહું લાગશે...બસ પછી તો તે બંન્નેએ લગ્ન માટે તેમણે લીલી ઝંડી પણ આપી દીધી...હવે લાગેછે કે કદાચ નજીકના સમયમાં જ તેમના લગ્નની શરણાઇ વાગે તો નવાઇ નહીં!
જોડી પણ લાજવાબ છે.?