ચાલ ઝઘડીએ- Let's Fight
#Kavyotsav2
#Feelings
ચાલ ઝઘડીએ
તું અવાજ તો ઉચક, હું ટેકો આપું, અગડમ બગડમ કરીએ,
યાદો ના પોટલા ફેંદી ખોટી ફજેતી કરીએ;
ઉઘાડ માળિયા ના દરવાજા ઓ દુશ્મન-એ-દોસ્ત ,
પકડ આ પોટલું ફેંદી નાખ,
ચાલ ઝઘડીએ.
ચાલ શાળાએ જઈએ,
ચાલ શાળાએ જઈને વર્ગે વર્ગે ધમાલ મચવીએ,
મનની મોટપના વિશાળ બચપણ ને બોલાવીએ;
ચલ, શિક્ષક સામે ઘોંઘાટો નો અત્યાચાર આદરીએ,
ઘંટનો આતંકવાદ અટકાવી સમય ને રોકી લઈએ.
છોડ આ બેગ ને પકડ દફતર,
ચાલ ઝઘડીએ.
ચાલ દિલ ને જોઉં,
આ દિલ તો મારા-તારા ફૂટલાં, સંગે ગાંઠ અધુરી,
ઠારે દિલ ના ઘા તેવી શું પટ્ટી છે કોઈ પૂરી?
અંતરનું કમાડ ઉઘાડી વાસી છબીઓ ફેંદી લઈએ,
ને પાળેલા સંચાઓથી(sewing Machine) થીગડે વળગાડી દઈએ;
મુક ગમ બાજુ પર, પકડ ઓશીકું,
ચાલ ઝઘડીએ.
ચલ કંઇક શીખવાડું,
અરે તું મને શું શીખવે,ચાલ કુદરત ના ખોલે શીખીએ,
સાહસ તો સાવજનું જો સામી છાતીએ જ ઝઘડીએ;
હું નોળિયો ને તું નાગ બની જઈ ખુલ્લા વેરે વળગીએ,
વૃક્ષના મુળિયા સમું એ બાથમાં ઝેર ને જક્કડીએ.
લાવ વાવાઝોડું ને બનું હું દાવાનળ,
ચાલ ઝઘડીએ.
રા.ગા. જેવી ખોટી મોટી બંધીશો ચાલવીએ,
એ.કે. જેવા ખોટા મોટા આક્ષેપો ઠાલવીએ;
સાયકલ પર હાથી બેસાડી ગામ આખું ફેરવીએ,
રાજનીતિ ની રંજીશોથી દેશ આખો રેલાવીએ.
તું રાગડા તાણ હું ડ્રામા કરું,
ચાલ ઝઘડીએ.
પ્રેમની શું વ્યાખ્યા જ્યાં દુનિયા એકમેક ને દાઝે,
નફરતની શું ફિતરત કે જે દુશ્મનીને ના લાજે;
છૂટી બધું જ જવાનું હોય તો મુકીને અહીંજ જઈએ,
યાદો કેરી ઢાલે છેલ્લા શ્વાસે બગાવત કરીએ.
છોડ ફેંટ, પકડ હાથ.
ચાલ મળીએ.
પકડ આ પોટલું ફેંદી નાખ,
ચાલ ઝઘડીએ.
- ઋત્વિક વાડકર