તમે જોશો કે દરેક ઘરડાઘર માં સ્ત્રીઓ કરતાં પુરુષો વધુ રહેતા જોવા મળે છે..
કારણ ચોખ્ખું જ છે કે દરેક છોકરાઓને બાપ કરતા પોતાની મા વધું વ્હાલી હોયછે...
કારણકે માનો પ્રેમ અનેરો છે.
જયારે બાળક નાનું હોય છે ત્યારે તેને બાપ કરતા માનો પ્રેમ વધું મળે છે.
નાનાથી મોટો તેની મા કરેછે
જયારે બાપનો પ્રેમ વધું તેને મળતો નથી...કારણકે બાપ નોકરી કરતો હોય કે ધંધો કરતો હોય માટે તેની સાથે આખો દિવસ હોતો નથી..ફકત બાપનો પ્રેમ તેને દિવસ પછી જ મળતો હોયછે...
બીજુ કારણ એ પણ હોય શકેછે કે સમયસર તેને જમવાનું એક મા જ બેટા કહીને હુકારો આપી શકે છે..ને બાપ ખાલી તેના સમાચાર જ પુછે છે કે છોકરાએ ખાધું કે નહિં!
આ બંન્નેના પ્રેમમાં બહુજ મોટો ફરક વર્તાય છે...
કુદરતે એક નિયમ જરુર માનવ ઉપર લાગું પાડી દીધો છે કે...
છોકરાને ગમે મા ને છોકરીને ગમે બાપ..
જેમ કે છોકરા છોકરી જયારે યુવાન હોયછે ત્યારે પણ આ નિયમ કામ કરેછે કે છોકરાને ગમેછે છોકરી ને છોકરીને ગમેછે છોકરો...
બંનેનું એક અલગ જાતિનું આકર્ષણ!
કદાચ આ નિયમ મોટી ઉમરે પણ આવી રીતે કામ કરતો હોય તેમ જણાય છે...
એટલે આપણે થોડુક તો એમ સમજી શકીએ છીએ કે ઘરડાઘર માં પુરુષો વધું કેમ હોયછે!
છોકરી બાપને પ્રેમ કરેછે તે પારકે ઘેર પરણેલી હોયછે ને તે પરણ્યા પછી મજબુર બની જતી હોયછે...તેથી તેના બાપ માટે કંઇ પણ કરી શકતી નથી, સિવાય કે તેમની ફકત ખબર અંતર જ લઇ શકેછે...
માટે એક બાપની ઘરમાં સલામતી ત્યા સુધી જ હોયછે કે જયાં સુધી તેની છોકરી ઘરમાં કુંવારી હોયછે...પછી તો નહી જ.