જીંદગીના ઝખ્મ જ્યારે પણ બળે છે મા.
વ્હાલથી બસ હાલ મારો સાંભળે છે મા.
કેટલા સદભાગ્યથી જ્યારે મળે છે મા.
દેવનું પણ આયખું ત્યારે ફળે છે મા.
કોઈ પણ હાલતમાં એ હારે નહીં હિંમત
કેટલા ગરણે સમયને પણ ગળે છે મા.
થાય છે બસ એટલે ઘર ઘરમાં અજવાળા.
રાત દી દીવાની માફક બસ બળે છે મા
સ્વર્ગ છે જેના ચરણની ધૂળ બસ 'મહેબુબ'
હાય રે ઘરડાઘરોમાં એ મળે છે મા.
મહેબુબ સોનાલિયા