પહેલા પાપ કરો પછી પુણ્ય મેળવો...
લોકો કહેછે કે ભારતની ઘણીબધી એવી નદીઓ છે કે તેમાં એકવાર સ્નાન કરવાથી આપણી આખી જીંદગીના પાપ ધોવાઇ જાયછે.
આ બધું આપણા પુર્વજો વર્ષો પહેલા કહી ગયા છે..ને આપણે સાચું માનીને આજ સુધી ચાલતા આવ્યા છીએ..
ગંગા નદી જમના નદી ગોદાવરી નદી યમુના નદી આવી ઘણી બધી નદીઓ છે કે તેમાં એક ડુબકી લગાવવાથી આપણા પાપ ધોવાઇ જતા હોયછે!
પણ આ વિધાન હું નથી માનતો કારણકે જેવા કર્મો તમે કરશો તેનું સારુ ખરાબ ફળ અવશ્ય મળે છે તે પણ આપણા આ જન્મમાં જ...પણ એવું તો ના જ હોય શકે કે પવિત્ર કોઇપણ નદીમાં ન્હાવાથી આપણા પાપો ધોવાઇ જતા હોય! કહેનારા કહી ગયા ને માનનારા માને છે...
જે હોય તે પણ આપણો સમાજ ને આપણો ધર્મ આમ સર્વેને કહી રહ્યો છે.