"""" શું શક્ય છે ? """
ભલે તું ના હોય હરહંમેશ સાથે પણ તારી યાદ, તારો વિચાર, તારો અહેસાસ તારી કમી પૂરી કરી જાય છે. એક પળ માટે પણ એકલો નથી રહેતો હવે, આંખો બંધ કરું ત્યાં
ઠંડી લહેરાતી હવાનો સ્પર્શ જાણે તારો હાથ મારા માથાનાં વાળમાં વિહરતો હોય એમ ખુબજ વ્હાલ ભર્યો લાગે છે. તારા જોબનની છાવમાં માથું નાખું ત્યાં તારી સાળી નો છેડો ગુસ્સામાં મને હડસેલતો હોય એમ મારા ચહેરા પર અવારનવાર અથડાયા કરે છે. જાણે તારા પર હક માત્ર એનો જ ના હોય ! હોંઠો પરનું ભીનું ભીનું મીઠું સ્મિત વિસ્તૃત થતું તારા સ્મિત માં ભળી જઈ પ્રેમના પહેલા પડાવને પાર કરી જાય ત્યાં તો નિહાળી તારા આંખોના દર્પણમાં ખુદને તારા પ્રત્યેના મારા વિશ્વાસને ઓર મજબૂત કરી જાય છે.
તું સ્વીકારે કે ના સ્વીકારે પણ એક વાત કહેવી છે મારે ! તારી એ મૃગનયની આંખોના દર્પણ માં આજીવન કૈદ થઈ ફક્ત તારો બની રહી જવું છે !
શું શક્ય છે ?
મિલન લાડ.