ચાલને કંઈક નવું કરીએ..
એક સાંજ કોઈ એકાંતમાં તારાં ખોળે હું માથું રાખું અને
એકમેકનાં હૃદયનાં આભલે થોડી હાસ્યની પળો ભરીએ..
ચાલને કંઈક નવું કરીએ..
જોયું હતું જે મેઘધનુષ સાથે બેસી લાગે આજ રંગવિહોણું
હાથમાં હાથ નાંખી ફરીથી જોઈ મેઘધનુષમાં રંગો પુરીએ.
ચાલને કંઈક નવું કરીએ..
દરિયાની રેત પર નામ લખતાં અને મોજાં આવીને ભૂંસી દેતાં..
વારંવાર આવી જ કંઈક મોજાં સાથે ધીંગામસ્તી કરીએ
ચાલને કંઈક નવું કરીએ..
વરસે છે વાદળી પણ પડતો નથી મેહુલો મુશળધાર
ભીંજવવા પડે એ ધોધમાર એવી એને મળીને અરજી કરીએ..
ચાલને કંઈક નવું કરીએ..
મિલન,જુદાઈ,વિરહ,દર્દ ની વાતો નું આજે પોટલું ભરી..
ફક્ત પ્રેમ અને હસ્ય ની મીઠી મધુરી વાતો કરીએ..
ચાલને કંઈક નવું કરીએ..
શ્વાસો અનુભવાય એમ ચહેરા ને નજદીક લાવીને
સ્થિર આંખોમાં એકબીજાનું પ્રતિબિંબ રચીએ..
ચાલને કંઈક નવું કરીએ..
તું મારી થવાની નથી એ વાત સનાતન સત્ય છે પ્રિયે.
પણ હું બીજાનો ના થઈ જાઉં એવો દસ્તાવેજ કરીએ
ચાલ કંઈક નવું કરીએ..
સપનાઓ છે આ મારાં બધાં જાણું છું હું પણ શિવાય.
એમ છતાં આ સપનાઓ થકી જીવવાની નવી આશ કરીએ.
ચાલને કંઈક નવું કરીએ..
-જતીન.આર.પટેલ (શિવાય)