ઉનાળા દિવસો હવે ધમધમાટ ચાલું થઇ ગયા છે સવારના દશ વાગ્યાથી ઠેક સાંજે પાંચ વાગ્યા સુધી સૂર્યનું તાપમાન રહેતું હોયછે સાથે સાથે આવી અકાળ ગરમીમાં રોડ ઉપર બરફની લારીઓ, શેરડીના રસના કોલા, લીંબુ સરબત તેમજ ચટાકેદાર અમુલના ઠંડા આઇસ્ક્રીમનું રોડ ઉપર ધમધમાટ વેચાણ ચાલું થઇ ગયું છે..જતી આવતી રોડ ઉપરની પબ્લીક એટલે કે મુસાફરો સુરજના તાપથી તેમજ તેનાથી પડી રહેલી સખ્ત ગરમીથી બચવા ઝાડ નીચે ઉભેલી આવી લારીઓ પાસે જઇને પોતાની ઉપર પડતી આવી ગરમીથી બચવા ઠંડક માટેની આવી ચીજોનો ઉપયોગ હોંશે હોંશે કરી રહી છે...
માતાપિતા સાથે નીકળેલા પોતાના નાના સંતાનો પણ નાના નાના પ્લાસ્ટીકના ગ્લાસમાં શેરડીનો તાજો રસ પીતા હોયછે અથવા તો નાના વાડકામાં રંગબેરંગી બરફ પણ ખાતા હોયછે.
ઘણા નાના બાળકો તો પોતાની જીંદગીમાં આવા ઉનાળાનો સૈ પ્રથમ જ અનુભવ કરતા હોયછે ને ઘણા મોટા બાળકો આવા ઘણા ઉનાળાની સિઝન ઘણીવાર જોઇ ચુક્યા હોયછે...
તાપમાનની તો હજી શરુઆત જ છે પણ હજી આગળ ઘણું જ વધવાનું બાકી છે!
પણ ગભરાશો નહીં...
પણ તમે જયારે લાંબી સફારીમાં ફેમીલી સાથે જતા હો તો ઘરેથી લીંબુના શરબતથી ભરેલી એક મોટી બોટલ સાથે અચૂક લેવી કે જેથી આવી સખ્ત ગરમીમાં કોઇને લૂ ના લાગી જાય!
ને સાથે આવેલ નાના બાળકોનું પણ તમારે ખાસ ધ્યાન રાખવું.
ચાલો...ત્યારે આ આવતા નવા ઉનાળાનું આપણે પ્રેમથી સૈ સ્વાગત કરીએ...સાથે ખાસ અમુક સાવચેતીઓ પણ રાખીને.