તારા દિલની રંગત...
તારી કવિતાઓ ને રચનાઓ એના રંગના,
જાણે દિલમાં રંગીન ઓરતા ફેલાવી ગઈ,
તારા શબ્દોના સથવારા એવા તો મળ્યા,
જાણે તારી વાતોના સંગમાં રેલાઈ ગઈ.
તારી આંખોના ઇશારે ને પાંપણના પલકારે,
જાણે મારી નજરો તારી લાગણીથી છલકાઈ ગઈ.
તારી મનમોહક વાતો ને પ્રસંશા સાંભળી,
જાણે મારા ગાલમાં લાલીમાં છવાઈ ગઈ.
તારી અદ્ભૂત લાગણીઓ ને સ્નેહના સથવારે,
જાણે મારી જિંદગી તારામાં સમાઈ ગઈ.
તારા જીવનની મોજમાં મીઠાશ બની ભળી,
જાણે તારા દિલની રંગત મને બનાવી ગઈ.
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...