ઇથોપીયાનું પ્રમુખ શહેર એડીસબાબાના એરપોર્ટ ઉપરથી ઉડેલી ફ્લાઇટ 737 ને ઉડયાની ફકત પાંચથી સાત મીનીટના સમય પછી ઉપર આકાશમાં ધડાકા સાથે ઓચિંતું તુટી પડયું...
વિમાનમાં બેઠેલા આશરે એકસો સુળતાલીસ દુનિયાના અલગ અલગ મુસાફરોના મોત થયા!
ધડાકા સાથે તુટી પડેલા આ વિમાનના ટુકડા સાથે સાથે મુસાફરોના શબો પણ ચોફેરે વિખરાયેલા આમ તેમ પડયા હતા..
એરપોર્ટથી ઉડાન ભર્યા પછી સાઇઠ કિલોમીટર દુર સુધી જ આ વિમાન ઉડયુ હતું ને ઉપર જવા ઓવટટેક કર્યા પછી તુરંત તેનો સંપર્ક તુટી ગયો હતો...
આ ફ્લાઇટમાં દુનિયાના અલગ અલગ દેશના મુસાફરો પોતાની મુસાફરી કરી રહ્યા હતા જેમાં ઘણા ઇથોપીયન દેશના હતા ઘણા કેનેડાના હતા ને ઘણા કેન્યાના પણ હતા કારણકે આ પ્લેન ઇથોપીયાથી નૈરોબી જઇ રહ્યુ હતું.
ને આમાં કમનસીબે પાંચથી છ ભારતીય નાગરીકો પણ હતા જે કેનેડામાં સ્થાઇ થયેલ હતા તેમના પણ સાથે સાથે કરુણ મોત થયા છે...
આ અકસ્માત થવાથી ભારત સહિત દુનિયાના દરેક દેશો એ પોતાની પાસે રહેલ આ કંપનીના વિમાનો વાપરવાનો પ્રતિબંધ લાગું કરી દીધો છે...કે જયાં સુધી તે કંપની ફરી તેમના વિમાનોની ચેકઅપ ના કરે ત્યા સુધી આ વિમાનો નહી ઉડાડવાનો નિર્ણય કર્યો છે.
કારણકે મુસાફરોની સલામતી તે જ તેમની પ્રથમ પ્રાથમિકતા છે.
આ કારણે દુનિયાના ઘણા મુસાફરો પોતપોતાના દેશના એરપોર્ટ ઉપર આવન જાવન માટે અટવાયેલા છે.
આમ જોઇએ તો કોઇ જ મુસાફરી સલામત આજના જમાનામાં તો નથી જ...એ નકકી કહી શકાય!
પછી તે ટ્રેન હોય કે બસ હોય કે હવાઇ જહાજ હોય..જો આપણે સલામત ઠેકાણે પહોંચ્યા તો ઠીક નહિં તો ગયા આ દુનીયાથી દુર...
બસ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જે લોકોએ આ વિમાનમાં બેસીને પોતાનો કિંમતી જીવ ખોયો છે તેમના આત્મા ને પ્રભુ પરમ શાન્તિ આપે.